અમદાવાદ અને સુરતમાં ગેરકાયદે વસતાં એક હજારથી વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા
અમદાવાદ અને સુરતમાં ગેરકાયદે વસતાં એક હજારથી વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા
Blog Article
ગુજરાતમાં પોલીસે ગેરકાયદે રીતે વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન અંતર્ગત શુક્રવારે એક જ રાત્રિમાં અમદાવાદમાંથી 890 અને સુરતમાંથી 134 ગેરકાયદે બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા.સુરતમાં પોલીસ કમિશનરની કચેરી ખાતેથી ગૃહ રાજ્ય હર્ષ સંઘવીએ રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડાઓ, રેન્જ વડા અને લૉ એન્ડ ઓર્ડર તેમજ આઈ.બીના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને આ અભિયાનને વધુ સઘન બનાવવા અને બાંગ્લાદેશીઓની તમામ ગતિવિધિઓ અંગે બારીક તપાસ કરીને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા.
Report this page